અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃ Gujarat Rain Update: ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચથી વરસાદ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આજે (10મી સપ્ટેમ્બર) દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદ શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.

