Vadodara

Vadodara: વડોદરા શહેરમાં વધતી ગંદકીના કારણે ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં વધારો, સરકારી-ખાનગી દવાખાનામાં દર્દીઓની ભીડ- જુઓ વીડિયો

રિપોર્ટઃ પ્રશાંત ગજ્જર, વડોદરા

વડોદરા, 10 સપ્ટેમ્બરઃVadodara: વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓશર્યાં બાદ રોગચાળો વધ્યો. હજી એવા કેટલા વિસ્તારો છે કે જ્યાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે જેના કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આ બધામાં ભોગ બની રહી છે વડોદરાની જનતા.

વડોદરાના નાગરિકો પૂર જેવી આફ્તનો સામનો કર્યા બાદ હવે રોગચાળો સામે લડી રહ્યા છે કારણ કે વિશ્વામિત્રી નદીના પૂરના કારણે તબાહી મચ્યા બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે. સરકારી દવાખાના હોય કે ખાનગી દવાખાના હોય બધે જ દર્દીઓની સંખ્યા વધી જાય છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં ભારે વરસાદ, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો- વાંચો વિગત

તંત્ર દ્વારા સફાઈ કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવતા રોગચાળામાં વધારો નોંધાયો છે. હાલ પણ શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 3 મેલેરિયા તો ડેન્ગ્યુના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે.

ચોમાસાની ઋતુ માં વરસાદ બાદ અને પૂરના પાણી ઓસર્યા બાદ ઠેરઠેર ગંદકીના કારણે મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે. જેમાં ચિકનગુનિયાના પણ શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે. આ સિવાય શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો ઝાડા ઉલ્ટી, તાવ, ડેન્ગ્યુ, મેલરિયા, ટાઈફોડ ના દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલમાં દરોજ્જ OPD માં 400 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Vadodara accident news: વડોદરામાં બાળકીને શાળામાં મુકવા જતી માતાનું ભારદારી વાહનની અડફેટે આવતા મોત નિપજ્યુ, જુઓ વીડિયો