નવી દિલ્હી, 22 ઓગષ્ટઃ JNU Financial crisis: દેશની ટોચની યુનિવર્સિટી પૈકી એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, જેમાંથી ઉભરવા યુનિવર્સિટી પોતાની બે ટોચની સંપત્તિ વેચવાની યોજના બનાવી રહી છે. આ પગલું યુનિવર્સિટીના સંચાલનને સમર્થન આપવા માટે, મૂડી એકત્ર કરવા અને સ્થિર આવક સ્રોત ઊભો કરી શકે છે.
જો કે, જેએનયુના વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવુ છે કે, જો જેએનયુ તેનું ગેસ્ટહાઉસ વેચી દેશે અથવા તો લીઝ પર આપશે, તો વિદેશી મહેમાનોએ હોટલમાં રોકાવું પડશે અને તેનું બિલ કોણ ચૂકવશે?
MORE THAN EIGHT DAYS ARE OVER #JNU #CRJD
THE HEALTH CONDITION OF THE HUNGER STRIKERS ARE DETERIORATING FASTBUT JNU VC IS NOWHERE TO BE SEEN!
ON THE CONTRARY SHE IS SPREADING RUMOURS IN THE MEDIA
ENOUGH IS ENOUGH @jnusu_official @jnu_rjd @Nawalk7 @SathiDhananjay @yadavtejashwi pic.twitter.com/U9jFEsWfuc
— Akshan Ranjan (@iam_ranjanaksh) August 20, 2024
યુનિવર્સિટી આ મિલકતોને ખાનગી સંસ્થાઓને રિડેવલપમેન્ટ અથવા લીઝ પર આપવાનું વિચારી રહી છે. આ મિલકતોમાં એક મંડી હાઉસ ખાતે આવેલ ગેસ્ટ હાઉસ છે, જે જેએનયુના મુખ્ય સ્થળોમાંનું એક છે. જેએનયુના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેસ્ટ હાઉસનો ઉપયોગ લાંબા સમયથી યુનિવર્સિટીના કોઈ ખાસ કામ માટે કરવામાં આવી રહ્યો નથી. તેમ છતાં આ ગેસ્ટ હાઉસની જાળવણી સાથે સંકળાયેલા કર્મચારીઓનો પગાર હજુ પણ યુનિવર્સિટીના બજેટમાંથી ચૂકવવામાં આવતો હોવાથી આર્થિક બોજ વધી રહ્યો છે.
આ પણ વાંચોઃ Heavy Rain Forecast: આજે રાજયના અનેક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના
JNUSU અને અન્ય વિદ્યાર્થી સંગઠનોએ જેએનયુ પ્રશાસનની આ યોજનાની આકરી ટીકા કરી રહ્યા છે. JNUSU પ્રમુખ ધનંજયે કહ્યું કે, “કેમ્પસ માટે તે ચિંતાજનક સ્થિતિ છે, તે તેની મિલકતો વેચી રહ્યા છે. તેઓ કુલપતિ છે કે પછી પ્રોપર્ટી ડીલર? તેમનું કામ પરિસ્થિતિને વધુ સારી બનાવવાનું છે, પરંતુ તે તેને વધુ ખરાબ કરી રહ્યા છે.”
Feel Students Pain…
Students Future in Dark 🌑Who’s Responsible For This Failure???#Reservation #NEET #nta_ही_अपराधी #neetscam_मोदीसरकार_निर्दोष_है#विश्व_योग_दिवसpic.twitter.com/G4eAUJH4iK
— ᔑんạᥰℯ🍁⩜ℓạෆ (@Shaan_Official3) June 21, 2024
JNUSU પ્રમુખે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વિદેશી મહેમાનો આ ગેસ્ટ હાઉસમાં રહે છે, હવે તેઓ ક્યાં રહેશે? જો તેઓ હોટલમાં રોકાણ કરશે, તો તેમના બિલ કોણ ચૂકવશે? JNUSU આ મુદ્દે શિક્ષણ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. આ મામલે ABVP પણ વાઇસ ચાન્સેલર પર સવાલો ઉઠાવી રહી છે.

