બોલિવુડ ડેસ્ક, 22 ઓગષ્ટઃ Shraddha Kapoor: ફિલ્મ સ્ત્રી 2 હિટ જતાં શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયાની સ્ટાર બની ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે. તો ચાલો જાણીએ અભિનેત્રી સ્ત્રી 2 હિટ બાદ સોશિયલ મીડિયા ક્વિન કેવી રીતે બની છે.
View this post on Instagram
શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે. જેથી તે ખુબ પોપ્યુલર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર 91.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે શ્રદ્ધા કપૂરના 91.5 મિલિયન ફોલોઅર્સ છે.

આ પણ વાંચોઃ JNU Financial crisis: જેએનયુના વિદ્યાર્થીઓ રોષે ભરાયા, નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો છે પ્લાન
હવે આપણે વાત કરીએ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ક્યા સેલિબ્રિટીના છે, તો તેમાં કોઈ સાઉથ અને બોલિવુડ સ્ટાર નથી પરંતુ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે.

આ પણ વાંચોઃ Heavy Rain Forecast: આજે રાજયના અનેક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના
વિરાટ કોહલી નંબર વન પર છે. તેના 270 મિલિયન ફોલોઅર્સ છે.બીજા નંબર પર પ્રિયંકા ચોપરા છે. જેના 91.8 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારબાદ પીએમ મોદી હતા પરંતુ શ્રદ્ધા કપૂરની ફિલ્મ હિટ જતાં અભિનેત્રી ત્રીજા સ્થાને છે.

