વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં. પેરિસ ઓલિમ્પિકમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટને 100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા વિનેશ 50 કિલો વજન જાળવી શકી ન હતી. વિનેશ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વજન વર્ગમાં રમી રહી છે. જેની સાથે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવવાનું ભારતનું વધુ એક સપનું તૂટ્યું છે.

