ગુજરાત પર 48 કલાક અતિભારે
રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ રાજ્ય પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટા-છવાયાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

