ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને 14 લોકોના મોત થયા છે. આ અંગે આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક આજે મળી હતી જેમાં આરોગ્યપ્રધાન અને સીએમ બેઠકમાં હાજર રહ્યા હતા. CMએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

