રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના નાનામૌવા રોડ પર 9 સ્કવેર બિલ્ડીંગમાં આવેલી શ્રૌફ પેઢીમાંથી રૂપિયા 2.14 કરોડની રોકડ જપ્ત કરી છે. ટેક્સ ચોરી માટે બ્લેકમનીમાંથી વ્હાઈટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે.

