Image Search 1721148325878

ભાવનગર: ભાજપ પ્રમુખ વિરુદ્ધ પક્ષના ચૂંટાયેલા 20 જેટલા કૉર્પોરેટરોએ માંડ્યો મોરચો.

ભાવનગર: ભાજપ પ્રમુખ વિરુદ્ધ પક્ષના ચૂંટાયેલા 20 જેટલા કૉર્પોરેટરોએ માંડ્યો મોરચો.

શહેર ભાજપ પ્રમુખથી 20 કૉર્પોરેટર નારાજ છે.
ગુજરાતમાં હવે ધીમે ધીમે ભાજપમાં ઠેર ઠેર નારાજગીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ક્યાંક કાર્યકરો તો ક્યાંક નેતાઓ ખુદ પક્ષ અને કાર્યપદ્ધતિથી નારાજ દેખાઇ રહ્યાં છે. હાલમાં આવો જ એક ડખો ભાવનગરમાંથી સામે આવ્યો છે, અહીં શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ પક્ષના ચૂંટાયેલા 20 જેટલા કૉર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દો હવે મુખ્યમંત્રી અને સંગઠન મંત્રી સુધી પણ પહોંચ્યો છે. ગુજરાત ભાજપમાં એક પછી એક ડખા સામે આવી રહ્યાં છે.

હાલમાં જ ભાવનગર શહેરમાં ભાજપના ચૂંટાયેલા કૉર્પોરેટરોએ ખુદ પાર્ટી પદાધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. ભાવનગર શહેર ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. શહેર ભાજપ પ્રમુખથી 20 કૉર્પોરેટર નારાજ છે. ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણની કાર્યપદ્ધતિથી આ 20 કૉર્પોરેટર નારાજ છે અને તેમની સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. આમાં ભાવનગર પૂર્વ અને પશ્ચિમના 10-10 કૉર્પોરેટરો સામેલ છે, આ તમામે પોતાની નારાજગી સંગઠન મહામંત્રી રત્નાકરજી સમક્ષ પણ વ્યક્ત કરી છે. આ પહેલા ગઇકાલે આ 20 કૉર્પોરેટરો આ બાબતે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા, જ્યાં ભાવનગર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.