લવ જેહાદ મુદ્દે નવો કાયદો
ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદામાં સ્ત્રી પુરુષને સમાન ગણીને કાયદાની જોગવાઈઓ નક્કી કરાઈ છે. જેમાં મહિલા સામે છેડતી અને પીછો કરી હેરાન કરવાની કલમ મુજબ ફરિયાદ કરી શકાય તેવી જોગવાઈ છે. આ ઉપરાંત લવ જેહાદ કરતા તત્વોને અંકુશમાં લાવવા નવા કાયદા મુજબ છેતરપિંડી કરી મહિલાને લગ્ન કરવા પ્રેરનાર સામે જો કેસ થાય તો તેને BNSની કલમ 69 મુજબ દસ વર્ષની સજા થશે.

