BOBના લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે. બેંકે તેના MCLRમાં વધારો કર્યો છે. આથી તેની સીધી અસર ચાલુ લોનના EMI પર થશે. છેલ્લા એક મહિનામાં SBI અને બેન્ક ઓફ મહારાષ્ટ્રના લોનના દરોમાં વધારો થયો છે. લોન ધારકોને એક પછી એક બેંક તરફથી ઝટકાઓ મળી રહ્યા છે. હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહી છે.

