ભારતીયો ચાના શોખીન છે. મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ગરમ ચાના કપથી કરે છે અને પછી તેને દિવસમાં ઘણી વખત પીવે છે. જો કે વધારે ચા પીવી પણ સારી નથી તેવું ડોક્ટરો કહે છે. રાજીવ ગાંધી હોસ્પિટલના ડો.અજીત જૈન કહે છે કે ઉનાળામાં તમે દિવસમાં બે થી ત્રણ વાર ચા પી શકો છો. જે લોકોને પેટમાં બળતરા, એસિડિટી અથવા પિત્ત જેવી સમસ્યા હોય તેમણે ચા પીવાનું ટાળવું જોઈએ. ઉપરાંત ખાલી પેટે પણ ચા ના પીવી જોઇએ.

