હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની જોગવાઈઓ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને વચગાળાના જામીન આપ્યા હતા. દેશમાં 1 જુલાઈથી લાગુ થયેલા નવા કાયદા હેઠળ નોંધાયેલા ગુના માટે હાઈકોર્ટ દ્વારા આ પ્રકારનો પ્રથમ આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ રાકેશ કૈથલાએ આરોપીને રૂ. 25,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે.

