ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત પહોંચેલા ખેલાડીઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયે ખેલાડીઓની સાથે તેમના પરિવારજનો પણ જોવા મળ્યા. જસપ્રીત બુમરાહે તેની પત્ની સંજના અને પુત્ર અંગદ સાથે પીએમ મોદી સાથે ફોટો પડાવ્યો. આ સિવાય સૂર્યાની પત્ની દેવીશા અને અર્શદીપ સિંહે તેમના માતા-પિતા સાથે પીએમ મોદી સાથે ફોટો પડાવ્યો હતો.

