T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ જીતીને SA ફાઇનલમાં પહોંચી ગયું છે. બીજી સેમિફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાત્રે 8 વાગ્યે રમાશે. આ મેચમાં વિજેતા ટીમ 29 જૂને SA સાથે ફાઈનલ રમશે. આજની મેચ ગયાનામાં રમાશે, જેમાં વરસાદની 70% શક્યતા છે. જો વરસાદ પડે તો પણ ગ્રૂપમાં નંબર 1 હોવાને કારણે ભારતને ફાઇનલમાં સીધું સ્થાન મળશે.

