સોડા પીવાના શોખીન છો તો આ સમાચાર વાંચી ચોંકી જશો. આજકાલ ખાણીપીણીમાં જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ ચર્ચામાં છે. અમદાવાદના સરખેજમાં એક યુવકને સોડા પીવામાં કડવો અનુભવ થયો છે. સોડાની બોટલમાં કાનખજૂરો નીકળ્યો હોવાનો વીડિયો હવે વાયરલ થયો છે. ફરાળી સોડા નામની બોટલ ખરીદી હતી જેમાં યુવકને કડવો અનુભવ થયો હતો. સોડા પીધા બાદ તેને ઉલટી થઈ હતી યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. AMCમાં ફરિયાદ પણ કરી છે.

