અમદાવાદ શહેરમાં આડેધડ લાગેલા ગેરકાયદે હોર્ડીંગ્સ અને વિશાળ બેનરોને લઇને PIL થઇ હતી. ચોમાસાની ઋતુ દરમ્યાન ભારે પવન, વાવાઝોડા કે, વરસાદ દરમ્યાન આવા બેનર કે હોર્ડીંગ્સ તૂટી પડે છે. જેનાથી લોકોના જાન-માલને નુક્સાન અને મોટી દુર્ઘટનાની દહેશત વ્યક્ત કરતી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકાર, AMC સહિતના સત્તાવાળાને નોટિસ જારી કરી છે.

