બોલીવુડ સ્ટાર અને મી. પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિરખાનના પુત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પોતાની ફિલ્મ ‘મહારાજ’ની સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. જોકે, પહેલી ફિલ્મની સાથે જ ફિલ્મ ‘મહારાજ’ અને આમિરનો પુત્ર વિવાદમાં આવી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે આમિરના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મને ગુજરાતમાં રીલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે લગાવી દીધી છે.

