યુસુફ પઠાણને કોર્પોરેશને ફટકારી નોટીસ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભૂતપૂર્વ ક્રિકેટર અને તાજેતરમાં ચૂંટાયેલ તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ યુસુફ પઠાણને કોર્પોરેશને જમીનના પ્લોટ પર કથિત રીતે અતિક્રમણ કરવા બદલ નોટિસ પાઠવી છે. વડોદરામાં VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો કબજો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ મામલે જાણકારી આપી હતી.

