રાત્રે સુતી વખતે મોટાભાગના લોકોને ઓશિકા પાસે ફોન મૂકવાની આદત હોય છે. જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. ફોનને બેડરુમની બહાર અથવા તો બેડથી દૂર ટેબલ પર રાખીને સુવું જોઇએ. અથવા તો એરોપ્લેન મોડ ઓન કરીને પાસે રાખવો જોઇએ. ફોનમાંથી સતત નિકળતા રેડિએશનના કારણે સ્ટ્રેસ, એંગ્ઝાયટી, માઇગ્રેન સહિતની સમસ્યાનું જોખમ રહે છે. વારંવાર નોટિફિકેશન આવે તો ઉંઘ પણ બગડે છે.

