ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર કાચા તેલની કિંમત પર જોવા મળી રહી છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઈલની કિંમત 80 ડોલરથી વધીને 90 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ઈરાને સુએઝ કેનાલને બ્લોક કરવાની ધમકી આપી છે. વર્ષ 2023માં ભારતનું 65% ક્રૂડ ઓઈલ સુએઝ કેનાલના રસ્તે આવ્યુ હતું. આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર ઈંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા મળશે.

