દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં BRS નેતા કવિતાના CBI રિમાન્ડ પુરા થયા બાદ આજે તેને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી છે. સુનાવણી બાદ કોર્ટની બહાર જતી વખતે કે કવિતાએ કહ્યું કે, આ CBIની કસ્ટડી નથી, આ ભાજપની કસ્ટડી છે. BJP બહારથી જે કંઈ કહે છે, CBI અંદર એ જ પૂછે છે.

