અમદાવાદ, 30 ઓક્ટોબરઃ Unseasonal Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર યથાવત રહ્યો છે. ત્યારે ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે ભારે વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 30, 2025
મળતી માહિતી અનુસાર, ભારે વરસાદના પગલે ગાંધીનગરના મુખ્ય વિસ્તારો જેવા કે, સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, ઘ-5 વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વરસાદ હાલમાં પણ ચાલુ હોવાથી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bike Stunt:‘મિસરી’ ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઈક સ્ટંટ કરવા પર પોલીસે 2 અભિનેતા સામે ગુનો નોંધ્યો- જુઓ વિડીયો
અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે.
🌧️ System over the Arabian Sea is bringing heavy rain and strong winds to Gujarat. Porbandar, Rajkot, and nearby areas can expect intense showers. pic.twitter.com/kMpNeZBi0S
— Weather & Radar India (@WeatherRadar_IN) October 30, 2025
ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. મહુવામાં 3 ઇંચ, તળાજામાં 2 ઇંચ, સિહોર અને પાલીતાણામાં 1-1 ઇંચ, વલ્લભીપુરમાં 4 મિમી, ઉમરાળામાં 5 મિમી, ભાવનગરમાં 9 મિમી વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Turmeric water: સવારે ખાલી પેટે પીઓ હળદરનું પાણી, નિયમિત સેવનથી થશે અનેક ફાયદા- વાંચો વિગત

