ધર્મ ડેસ્ક, 30 ઓક્ટોબરઃ Dev Uthani Ekadashi: હિન્દુ ધર્મમાં દેવઉઠી અગિયારસનું વિશેષ રીતે મહત્વ રહેલું છે. આ પાવન દિવસ કાર્તિક મહિનાની શુક્લ એકાદશી છે જેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રાથી જાગે છે અને સાથે શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ અવસર પર તુલસીની પૂજા કરવામાં આવે છે. તો જાણો આ 5 ઉપાયો વિશે જે તમે તુલસી વિવાહના દિવસે કરો છો તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે.
પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો
આ અગિયારસના દિવસે રાત્રે પીપળાના વૃક્ષ નીચે એક દીવો પ્રગટાવીને પરિક્રમા કરો. પીપળામાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને સાથે ધનની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર યથાવત, અનેક જિલ્લામાં પાણી ભરાયા હોવાનો અહેવાલ
દીવો પ્રગટાવો
દેવઉઠી અગિયારસની રાત્રે જ્યારે ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી ઉઠે છે ત્યારે તેમના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવો છો તો અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. આ સાથે નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.
રસોડામાં દીવો પ્રગટાવો
દેવઉઠી અગિયારસના દિવસે રસોડામાં દીવો પ્રગટાવો છો તો શુભ માનવામાં આવે છે. રસોડામાં દીવો પ્રગટાવવાથી મા અન્નપૂર્ણામાની કૃપા કાયમ માટે બની રહે છે. આ અન્નપૂર્ણાની કૃપા મેળવવાનું પ્રતીક છે. આ સ્થાનને ઘરનું હૃદય માનવામાં આવે છે. રસોડામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં અન્નના ભંડાર કાયમ માટે ભર્યા રહે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

