હોટલ-રેસ્ટોરન્ટ જ નહીં સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી પણ જીવાત નીકળી છે. દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી છે. મામલતદારને ફરિયાદ કરતા નવી દાળનો જથ્થો જ સપ્લાય કરવા માટે પરીપત્ર કર્યો હતો.

