અમદાવાદમાં આવેલા તળાવોની સફાઈ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો RTI એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે. મ્યુનિ. દ્વારા છેલ્લા 9 વર્ષમાં રુ. 14.51 કરોડનો ખર્ચ તળાવોની સફાઈ પાછળ કરવામાં આવ્યો છે. જેમાં કરોડો રુપિયાનું ખર્ચ છતાં પણ તળાવમાં સફાઈ થયેલી જોવા મળતી નથી. કોન્ટ્રાક્ટરોને સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતા અને સફાઈના નામે કરોડો રુપિયા ચૂકવાય છતા પણ પરિસ્થિતિમાં સુધારો થતો નથી.

