બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 15 દિવસથી હિંસક આંદોલનોએ ત્યાંની પોલીસ, પ્રશાસન અને સમગ્ર સરકારને હચમચાવી દીધી છે. બાંગ્લાદેશના યુવાનો ન તો પોલીસની વાત સાંભળી રહ્યા છે, ન તો કાયદાનું પાલન કરી રહ્યા છે. અનામત વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનમાં બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. 2500 લોકો ઘાયલ થયા છે.

