કોરોનાની વેક્સિને કારણે થતી આડઅસરના ભયને લઈ લોકોમાં ખોફ ફેલાયો છે. વેક્સિન મામલે રાજકારણ ગરમાયું છે. ફોટાને લઈ હવે X પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે ફોટો દૂર કરવા મામલે ચૂંટણી સમય અને આચારસંહિતાના કારણે ફોટો દૂર કર્યો હોવાનું જણાવ્યું છે. આ પહેલા પણ પીએમનો ફોટો દૂર કરવામાં આવ્યો હતો. તેની જગ્યાએ મેસેજ લખવામાં આવ્યો છેકે, ‘સાથે મળીને ભારત કોરોનાને હરાવી દેશે.’

