રીલ્સ બનાવવાના ઝનૂને લોકોને પાગલ કરી દીધા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેના પર લોકો ગુસ્સે પણ થઈ રહ્યાં છે. જેમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવતી પોતાનો જીવ જોખમમાં નાખી દે છે. ઉલ્લેખનીય છે કે, યુવતી યુવકનો હાથ પકડીને હવામાં લટકી જાય છે. તે જ્યાંથી લટકી છે તે ખૂબ ઉંચાઈવાળુ સ્થાન દેખાય રહ્યું છે. પણ આ ત્રણેય કોઈપણ ડર વગર રીલ્સ બનાવી રહ્યા છે.

