Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

ઇ બાઈક ચલાવનારા આ ખાસ વાંચો

સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ બાઈક બ્લાસ્ટ

શહેરના લિંબાયત વિસ્તારમાં ફ્લેટમાં રહેતા રહિશે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જ કરવા મુકી હતી. આ દરમિયાન બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. આ આગ નજીકમાં પડેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ લોકોનો પરિવાર આ આગની ઝપેટમાં આવ્યો હતો. જેમાં ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે એક યુવતીનું દાઝી જવાથી મોત નિપજ્યું છે.