Screenshot 2024 06 28 10 39 22 81 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x800

‘મોદીને 73 વખત, રાહુલને 6 વખત જ બતાવ્યા’

કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કરતાં વધુ વખત સ્ક્રીન પર બતાવવામાં આવ્યા હતા. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે 51 મિનિટના સંબોધનમાં નરેન્દ્ર મોદીને 73 વખત બતાવ્યા, જ્યારે રાહુલ ગાંધીને 6 વખત. આ સિવાય સરકારને 108 વખત અને વિપક્ષને માત્ર 18 વખત. તેમણે Sansad TV પર આરોપ લગાવ્યા હતા.