મુંબઈ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન સેવામાં મુસાફરોને પશુઓની જેમ મુસાફરી કરવા મજબૂર કરવામાં આવતા જોવું શરમજનક છે. કોર્ટે કહ્યું કે આ ‘ખૂબ જ ગંભીર’ મુદ્દા પર કાર્યવાહી થવી જોઈએ. વાસ્તવમાં, ભીડવાળી ટ્રેનોમાંથી પડીને લોકોના મોતને લઈને કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જેના પર હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.

