Screenshot 2024 07 10 16 42 41 39 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x802

મુસ્લિમ મહિલા પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટેની હકદારઃ SC

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી સમયે મહત્વની ટિપ્પણી કરી છે. SCએ કહ્યું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા CrPCની કલમ 125 હેઠળ તેના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તે આ માટે અરજી દાખલ કરી શકે છે. બોમ્બે હાઈકોર્ટે મુસ્લિમ પતિને તેની છૂટાછેડા લીધેલી પત્નીની જવાબદારી તેના બાકીના જીવન માટે ઉઠાવવાનો આદેશ આપ્યો હતો, જેની સામે પુરુષે SCમાં અરજી કરી હતી.