માલદીવના પર્યાવરણ રાજ્ય મંત્રી ફાતિમથ શમાનાઝની રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળુ જાદુ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ફાતિમથ સિવાય બીજા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પોલીસને ફાતિમથના ઘરની તલાશીમાં કાળા જાદુ સાથે જોડાયેલી વસ્તુઓ મળી હતી. ફાતિમથ રાષ્ટ્રપતિ કાર્યાલયમાં કામ કરતા મંત્રી એડમ રમીઝની પત્ની છે.

