વિદેશમાં રહેતા ભારતીયોએ દેશમાં અઢળક પૈસા મોકલ્યા છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગત નાણાકીય વર્ષ 2023-24માં વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોએ 120 અબજ ડોલરની રકમ મોકલી છે. ગત વર્ષ કરતા આ રકમમાં 7.5 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટમાં ખાસ વાત એ છે કે ભારતમાં આવતા પૈસાનો આ આંકડો અમેરિકા કરતા બમણો છે. આ મામલે ચીન ત્રીજા સ્થાને છે.

