જુલી પૂલ નામની મહિલાનો દાવો છે કે તે એક આધ્યાત્મિક ગુરુ છે. કોઇક કારણોસર તેણે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું હતું. મહિલાના કહેવા પ્રમાણે આ દરમિયાન તે ત્રણ દિવસ સુધી સ્વર્ગમાં રહી અને દેવદૂતોએ તેને માનવજાતના ભવિષ્ય વિશે ચોંકાવનારી વાતો કહી. દેવદૂતોએ કહ્યું કે પૃથ્વી પર તેનો સમય હજી પૂરો નથી થયો. તેમણે કહ્યું કે માનવજાત માટે ‘સુવર્ણ યુગ’ની શરુઆત 2012 અને 2032 ની વચ્ચે ગમે ત્યારે થશે.

