PCBએ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચ માટે ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને સુપ્રત કરી દીધો છે. PCBએ 1 માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનની મેચ નક્કી કરી છે. ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ. ગ્રુપ 2: ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન. જો કે, BCCIએ હજુ સુધી પાકિસ્તાન જવા માટે સંમતિ આપી નથી.

