Screenshot 2024 06 18 12 23 25 30 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x776

આજથી સ્કૂલ વાહનચાલકોની હડતાળ.

રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વાહનચાલકો ઉપર પણ તંત્રની તવાઇ બોલી હતી. ત્યારે હવે ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરશે. આજથી રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ ઊતરશે. મળતી માહિતી પ્રમાણે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેની સાથે જ વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.