અમદાવાદ, 03 મેઃ Wether Update: હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 8 મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5-6 મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિ.મી. ઉપર છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે. જેમાં આવતીકાલે રવિવારે (4 મે, 2025) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચોઃ Ice Apple: માત્ર ઉનાળામાં મળતા આ ફળ સ્વાસ્થ્ય માટે છે લાભદાયી, હીટસ્ટ્રોક ડિહાઇડ્રેશનથી આપે છે રક્ષણ
રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 50-60 KMPHની ગતિએ પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદની પડવાની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
😵🥹😰A massive subtropical cyclone event is highly likely, with all three models predicting severe thunderstorms and heavy rainfall over Gujarat, south Rajasthan, and western Madhya Pradesh from May 6-10. Please stay vigilant and updated with the latest forecast. [Image Source:… pic.twitter.com/ofFiyFAgD6
— 🔴All India Weather (@pkusrain) May 2, 2025
7 મે, 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને 8 મેના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહી પગલે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 5 દિવસ દરમિયાન વીજળી, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે લોકોને સજાગ રહેવા માટે મહત્તપૂર્ણ સૂચના આપી છે.

