હેલ્થ ડેસ્ક, 01 મેઃ Ice Apple: ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે રસ્તાઓ પર બરફના ગોળા જેવું દેખાતું એક ફળ વેચાતું જોવા મળે છે. તેને ગલેલી તથા તાડફડી તરીકે ઓળખવામાં આવે છે. આ ફળને અંગ્રેજીમાં ‘આઈસ એપલ’ કહેવામાં આવે છે. તે બહારથી નાળિયેર અને અંદરથી લીચી જેવું લાગે છે. આ ફળનું ઝાડ નારિયેળના ઝાડ જેટલું ઊંચું છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ નારિયેળ સમાન છે.
ઉનાળાની ઋતુમાં લોકોનું શરીર ખૂબ જ ઝડપથી ડિહાઈડ્રેટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, લોકો માટે આ સિઝનમાં તેમના શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકથી બચવા માટે ગલેલીનું સેવન કરતા હોય છે. આ ખાવાથી શરીરને ઠંડક મળે છે.
જો તમે ઘણી વાર મોસમી રોગોનો શિકાર બનો છો, તો તેનો અર્થ એ છે કે, તમારી રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમારે ઉનાળાની ઋતુમાં આ ફળનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં પણ ગલેલીનું ખૂબ જ મહત્વ છે. શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ ઉપયોગી છે. તાડફળી કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે.
કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે. સ્થૂળતાથી પીડિત લોકોએ આ ફળનું સેવન કરવું જોઈએ. વાસ્તવમાં આ ફળમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. ઉપરાંત, તેને ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી કારણ કે, તેમાં પાણીની માત્રા વધુ હોય છે.
ગલેલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન એ, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે. તે તમને પાચન ઉત્સેચકોને વધારીને એસિડિટીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ સિવાય આ ફળનું સેવન ઉબકા અને ઉલ્ટીમાં પણ ફાયદાકારક છે. આ ફળ ઉનાળાની ઋતુમાં એટલે કે એપ્રિલ, મે-જૂન મહિનામાં બજારમાં દેખાવા લાગે છે.
આ પણ વાંચોઃ Gold ATM: હવે ગમે ત્યારે સોના-ચાંદીની ખરીદી કરવી બનશે સરળ, ગાંધીનગરમાં આવ્યુ ગોલ્ડ ATM- વાંચો વિગત

