નવી દિલ્હી, 05 ઓગષ્ટઃ Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે (પાંચમી ઓગસ્ટ) ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારમે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ચારના મોત અને 50 લોકો ગુમ થયાના અહેવાલ છે. હાલ સેના, પોલીસ, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
VIDEO | Uttarakhand: Cloudburst in Kheer Ganga triggers devastation. Several feared swept away. More details awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/tKFQJX8Udq
— Press Trust of India (@PTI_News) August 5, 2025
ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે.
Uttarakhand | “A massive mudslide struck Dharali village in the Kheer Gad area near Harsil, triggering a sudden flow of debris and water through the settlement. Troops of Ibex Brigade were immediately mobilised and have reached the affected site to assess the situation and… pic.twitter.com/FaSManM7Vz
— ANI (@ANI) August 5, 2025
આ પણ વાંચોઃ Accident Case: ન્યૂયોર્ક ખાતે ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોનો કાર અકસ્માતમાં મોત નીપજ્યુ, વાંચો વિગત
વહીવટીતંત્રે તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શાર્દુલ ગુસાઈને જણાવ્યું હતું કે ‘બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.’
#WATCH | Tirupati, Andhra Pradesh: On the Uttarkashi cloudburst incident, Uttarakhand CM Pushkar Singh Dhami says, “I have been informed about a cloudburst incident in Dharali of Uttarkashi… We are working to rescue the people. Officials from the District administration, the… pic.twitter.com/MMi5m5Q3c9
— ANI (@ANI) August 5, 2025
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે ‘યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.’ ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ નદી કિનારે વાદળ ફાટવાની ઘટના ભારે તબાહી મચાવી શકે છે.
આ પણ વાંચોઃ Morabi: ઈસુદાન ગઢવીને કેજરીવાલ વિશે સવાલ કરનારા યુવકને AAPના કાર્યકરે ઝાપટ મારી, જાણો શું છે મામલો?

