નવી દિલ્હી, 12 નવેમ્બરઃ UPSC Mains Result 2025: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને(UPSC) સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (CSE) 2025નું પરિણામ જાહેર કરી દીધું છે. 22 ઑગસ્ટ, 2025થી 31 ઑગસ્ટ, 2025 વચ્ચે પરીક્ષા આપનાર ઉમેદવારો આયોગની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.
આ પરીક્ષામાં હાજર રહેલા લગભગ 14,161 ઉમેદવારોમાંથી 2736 ઉમેદવારોએ સફળતા મેળવી છે. આ પાસ થયેલા ઉમેદવારો હવે આગળની પ્રક્રિયામાં જોડાશે. ઇન્ટરવ્યુનું શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેના માટે ઉમેદવારોને અલગથી એડમિટ કાર્ડ પણ આપવામાં આવશે.
CSE Mains 2025 Result
PDF in our Telegram channel
Link in below thread 👇👇👇 pic.twitter.com/mPlGL8hfBQ
— UPSC & PCS NOTES (@UPSC_EDU) November 11, 2025
આ ઉમેદવારો હવે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને અન્ય સેન્ટ્રલ સર્વિસીસ (ગ્રૂપ ‘A’ અને ગ્રૂપ ‘B’)માં પસંદગી માટે ઇન્ટરવ્યુ અથવા પર્સનાલિટી ટેસ્ટ (PT) રાઉન્ડ માટે હાજર રહેશે.
આયોગે પોતાની વેબસાઇટ પર પરિણામ PDF ફોર્મેટમાં જાહેર કર્યું છે. પરિણામની આ ફાઇલમાં તે ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવ્યા છે, જેમણે આ પરીક્ષા પાસ કરી લીધી છે અને જેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આયોગે CSE મેન્સ 2025 પરીક્ષા 22, 23, 24, 30 અને 31 ઑગસ્ટ 2025ના રોજ બે શિફ્ટમાં આયોજિત કરી હતી.
UPSC Civil Services IAS 2025 Mains Exam Result Declared#RojgarResult #UPSC
Click to Download : https://t.co/6s0CM5joeY pic.twitter.com/jfpy2ABdaK— Rojgar Result : RojgarResult.Com (@rojgarresult) November 11, 2025
નોંધનીય છે કે મેન્સ પરીક્ષા પાસ કરનારા અને આગળ પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યુ) રાઉન્ડમાં સામેલ થનારા ઉમેદવારોએ આગળની પ્રક્રિયા પહેલા એક વિસ્તૃત ઍપ્લિકેશન ફોર્મ (DAFII) ભરવું પડશે. DAF-II દ્વારા, ઉમેદવારો IAS, IPS માટે પોતાની કેડર પ્રાથમિકતાઓ જણાવે છે. તેમણે તે ચોક્કસ રાજ્યો અથવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી પડશે જેમાં તેઓ સેવા કરવા માંગે છે.

આ પણ વાંચોઃ Balika Samridhi Yojana: શું તમને પણ દિકરીના ભણતર માટેના ખર્ચની ચિંતા છે?, તો જાણો આ સહાય યોજના વિશે…