Toll Tax Free Maharashtra

Toll Tax Free: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે લીધો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશ પરનો ટોલ ટેક્સ કર્યો નાબૂદ

મુંબઇ, 15 ઓક્ટોબરઃ Toll Tax Free: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. જેનું અમલીકરણ 14 ઑક્ટોબર રાતથી શરૂ થશે.

રાજ્ય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક સોમવારે યોજાઈ હતી, એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર વિધાનસભા પહેલા શિંદે કેબિનેટની આ છેલ્લી બેઠક છે. બેઠકમાં હળવા વાહન ચાલકોની તરફેણમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. 14 ઓક્ટોબરના રાત્રે 12 વાગ્યા પછી વાશી, ઐરોલી, મુલુંડ, દહિસર અને આનંદનગર ટોલ પર હળવા વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે નહીં.

Image

આ પણ વાંચોઃ Gujarat weather forecast: ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે ગાજવીજ સાથે થશે વરસાદ

હળવા વાહનોમાં કાર, ટેક્સી, જીપ, વાન, નાની ટ્રક, ડિલિવરી વાન વગેરે સામેલ છે. મતલબ કે 14 ઓક્ટોબરના રાત્રે 12 વાગ્યા પછી મુંબઈ આવતી કાર અને ટેક્સીઓને ટોલ ટેક્સમાંથી રાહત મળી શકશે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેવામાં એકનાથ શિંદે કેબિનેટે જનતાની સુવિધા માટે મોટી જાહેરાત કરી છે.

સોમવારે રાજ્ય કેબિનેટે મુંબઈમાં પ્રવેશ પર લાદવામાં આવતા તમામ ટોલ ટેક્સ નાબૂદ કરી દીધા છે. મુંબઈમાં કુલ 5 પ્રવેશ માર્ગો છે જેના પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ગઇકાલ રાત્રે 12 વાગ્યાથી આના પર કોઈ ટોલ નહીં લાગે. જોકે, કોમર્શિયલ વાહનો પર પહેલાની જેમ જ ટેક્સ લાગતો રહેશે.

આ પણ વાંચોઃ Madhavi Latha Arrested: તેલંગાણા પોલીસે ભાજપની નેતા માધવી લત્તાની ધરપકડ કરી, જાણો શું છે મામલો?

સરકારના આ નિર્ણયથી લાખો લોકોને ફાયદો થવાની આશા છે. આવી સ્થિતિમાં તેને ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સરકારની તરફેણમાં વાતાવરણ સર્જાઈ શકે છે. સીએમ એકનાથ શિંદે પોતે થાણેથી ધારાસભ્ય છે.

સીએમ બનતા પહેલા તેમણે મુંબઈમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા ટોલનો અનેક વાર વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 55 ફ્લાયઓવર માટે 45 રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવે છે. તેને 1995 અને 1999ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો.