Heavy Rain In Gujarat

Gujarat weather forecast: ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે ગાજવીજ સાથે થશે વરસાદ

અમદાવાદ, 14 ઓક્ટોબરઃ Gujarat weather forecast: ગુજરાતમાંથી હાલ નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત હવામાન વિભાગે કરી છે. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે- ત્રણ દિવસમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે.

આ પણ વાંચોઃ Madhavi Latha Arrested: તેલંગાણા પોલીસે ભાજપની નેતા માધવી લત્તાની ધરપકડ કરી, જાણો શું છે મામલો?

અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, ગુજરાતના વિભિન્ન જગ્યાએ, આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. તેમના જણાવ્યાનુસાર ગુજરાતમા વારંવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગર સહીતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચોઃ Salman Blackbuck Poaching Case: ભાજપ નેતાની સલમાન ખાનને સલાહ, કહ્યુ- બિશ્નોઈ સમાજની માફી માગી લો…- વાંચો વિગત