Tesla Car Crash In Toronto

Tesla Car Crash In Toronto: કેનેડાના ટોરેન્ટોમાં અકસ્માત પછી કારમાં લાગી આગ, જેમાં 3 ગુજરાતી સહિત 4 યુવાનોના મોત નિપજ્યા- વાંચો વિગત

નવી દિલ્હી, 25 ઓક્ટોબરઃ Tesla Car Crash In Toronto: કેનેડાના ટોરન્ટોમાં એક ભયાનક કાર અકસ્માત થયો છે. આ કાર અકસ્માતમાં આગ લાગતા ચાર ભારતીયોના ઘટના સ્થેળ જ મોત નિપજ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. અને એક મહારાષ્ટના યુવકનું મોત થયું છે. જયારે અન્ય એક ભારતીય યુવતી ઈજાગસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Somnath Temple: આજથી સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો શરુ, જાણો અન્ય વિગત

ઉલ્લેખનીય છે કે, ટોરેન્ટોમાં એક ટેસ્લા કાર પુરઝડપે જતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં આગ લાગી હતી. બોરસદના જયરાજસિંહ સિસોદિયાનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે. જયરાજસિંહ સિસોદિયા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ હતા. તો કારમાં સવાર લુણાવાડાના સગા ભાઈબહેનનું પણ મોત નિપજ્યું છે.

મળતી વિગતો મુજબ, કેનેડાના ટોરેન્ટોમાં એક ટેસ્લા કાર પુરઝડપે જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં 5 ભારતીયો સવાર હતા. જેમાંથી 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. અન્ય મૃતક યુવક મહારાષ્ટ્રનો વતની છે. તો કારમાં સવાર અન્ય એક યુવતીનો બચાવ થયો હતો. જે યુવતીનો બચાવ થયો છે, તે પણ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચોઃ Accident in Ahmedabad: એસ.જી. હાઈવે પર ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ