Somanath

Somnath Temple: આજથી સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો શરુ, જાણો અન્ય વિગત

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ Somnath Temple: સોમનાથ મહાદેવનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર સામે આવ્યા છે. સોમનાથ દાદાના દર્શને આવતા દેશ વિદેશના યાત્રીઓ સમક્ષ સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગરકરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી (25મી ઓકટોબર)થી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Accident in Ahmedabad: એસ.જી. હાઈવે પર ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

આ શોમાં કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની અંતિમલીલા દર્શાવી નિજધામ ગમન કર્યું, કઈ રીતે આ તીર્થ પ્રભાસ કહેવાયું, શું છે ધાર્મિક કથા સહિતની તમામ બાબતોને આધુનિક 3D ટેકનોલોજીના ઉપયોગથી આવરી લેવામાં આવે છે.

ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવે છે. પરંતુ દિવાળી પૂર્વને ધ્યાનમાં રાખીને 25મી ઓકટોબરથી પુનઃ શુભારંભ કરવામાં આવ્યો છે. શોનો સમય સાંજે 7:45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર અને તહેવારના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઈ બે શો યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ Pushpa 2 Release date: આતુરતાનો આવ્યો અંત! આ તારીખે રિલીઝ થશે, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2