Tamannaah Bhatia

Tamannaah Bhatia: મહાદેવ બેટિંગ એપ કેસમાં તમન્ના ભાટીયા પર લાગ્યા આરોપો, ED ઓફિસમાં અભિનેત્રી સાથે પૂછપરછ થઇ

બોલિવડ ડેસ્ક, 18 ઓક્ટોબરઃ Tamannaah Bhatia: બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઈડી દ્વારા તમન્નાને સમન્સ મોકલીને પુછપરછ કરવામાં આવી હતી.

તમન્ના ભાટિયાએ મહાદેવ સટ્ટાબાજીની એપમાં IPL જોવા માટેનો પ્રચાર કર્યો હતો. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ સ્ત્રી 2ને કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત આજ કી રાત…ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ False Rape Case: દુષ્કર્મનો જુઠ્ઠો આરોપ લગાવનાર છોકરીને કોર્ટે આપી મોટી સજા, નિર્દોષ પુરુષે ભોગવી 4 વર્ષની જેલ- વાંચો વિગત

તમન્ના લગભગ બપોરના 1.30 વાગ્યે ગુવાહાટીમાં ED ઓફિસ પહોંચી હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાની સાથે તેની માતા પણ હતી. અભિનેત્રીને ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચો જોવાને કથિત રીતે પ્રમોટ કરવા બદલ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ફેરપ્લે એપ મૂળભૂત રીતે એક સટ્ટાબાજીની એપ છે, જેમાં અનેક પ્રકારની રમતો હોય છે. ફેરપ્લે એ મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપની સિસ્ટર એપ્લીકેશન છે, જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ અને ચાન્સ ગેમ્સ જેવી ઘણી લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.