મુંબઇ, 18 ઓક્ટોબરઃ Rajan teli left BJP: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો ઉમેદવારોના નામની યાદી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. દરમિયાન, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં ભાજપ નેતા રાજન તેલીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજન તેલી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UTB)માં જોડાઈ શકે છે.
આ પણ વાંચોઃ Tamannaah Bhatia: મહાદેવ બેટિંગ એપ કેસમાં તમન્ના ભાટીયા પર લાગ્યા આરોપો, ED ઓફિસમાં અભિનેત્રી સાથે પૂછપરછ થઇ
રાજન તેલી સાવંતવાડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના પ્રભારી હતા. તેમણે છેલ્લા 10 વર્ષોમાં ભાજપ માટે સખત મહેનત કરી હોવાનો દાવો કર્યો હતો, જોકે રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમનો પરિવાર ભાજપમાં જોડાયા બાદ તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

