સુરત, 17 ફેબ્રુઆરીઃ Surat Gang Rape Case: સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસની ઘટનામાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. બંને હવે છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ સબડશે. ઉલ્લેખનીય છે કે આ મામલે કોર્ટે 130 દિવસમાં ઝડપી સુનાવણી હાથ ધરીને ન્યાય આપ્યો હતો.
માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચોઃ Earthquakes: તિબેટથી દિલ્હી સુધી 17 કલાકમાં પૃથ્વી 10 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, વાંચો સંપૂર્ણ વિગત

