Gujarat ST

ST Employees: ગુજરાતના ST કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં વધારો- વાંચો વિગત

ગાંધીનગર, 20 સપ્ટેમ્બરઃ ST Employees: ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Tirupati Prasad Report: તિરુપતિના પ્રસાદમાં મટન ટેલો, ફિશ ઓઇલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ, CM નાયડુના આરોપ બાદ થઇ હતી તપાસ

રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. હવેથી 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવા આવશે. આ નિર્ણયથી કુલ125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે.’

આ પણ વાંચોઃ Kshatriya Mahasamelan: આવતી કાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાશે, 224 પૂર્વ રજવાડાના વારસદારોને નિમંત્રણ